જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાના આંકડા લખતા બે શખ્સોને પોલીસે રૂા.16,430 ની રોકડ રકમ અને વર્લીની સ્લીપ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં જાહેરમાં વર્લીના આંકડા લખતા બે શખ્સોને રૂા.2360 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન વિજય મેઘરાજ જેઠવાણી, પંકજ મુરલી ધનવાણી નામના બે શખ્સોેને વર્લીના સાહિત્ય અને રૂા.16430 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ બન્ને વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં બસ સ્ટેન્ડની અંદર વર્લીના આંકડા લખી પૈસાની હારજીત કરતા સરફરાજ હારુન કાતિયાર અને હનિફ કાસમ ચના નામના બે શખ્સોને વર્લીના સાહિત્ય અને રૂા.1860 ની રોકડ તથા 500ના મોબાઇલ સહિત કુલ રૂા.2360 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જામનગર-હડિયાણામાંથી ચાર વર્લીબાજ ઝડપાયા
ખોડિયાર કોલોનીમાંથી રૂા.16430 ની રોકડ અને વર્લીના સાહિત્ય સાથે બે શખ્સ ઝબ્બે: હડિયાણામાં બસ સ્ટેન્ડમાં વર્લીના આંકડા લખતા બે શખ્સ ઝડપાયા


