દ્વારકા પોલીસ સ્ટાફ દ્વારા સોમવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સનાતન સર્કલ પાસેના માર્ગ પરથી પસાર થઈ રહેલી ચાર મહિલાઓને અટકાવી ચેકિંગ કરતા આ મહિલાઓના કબ્જામાંથી વિદેશી દારૂની નાની-મોટી બાટલીઓ મળી આવી હતી.
પોલીસ કાર્યવાહીમાં હાજરા રજાકભાઈ બેતારા (ઉ.વ. 23, રહે. રૂપેણ બંદર) પાસે રહેલા થેલામાંથી રૂપિયા 22,000 ની કિંમતની વિદેશી દારૂની 20 બોટલ, ખેરૂન ઉર્ફે સાયના ઈકબાલ શેખ (ઉ.વ. 19, રહે. રૂપેણ બંદર) પાસેથી રૂપિયા 8,800 ની કિંમતની 8 બોટલ, અન્ય એક મહિલા હુસેના ઈકબાલ ભડેલા (ઉ.વ. 36, રહે. ટીવી સ્ટેશન)ના કબ્જામાંથી રૂપિયા 13,200ની કિંમતના વિદેશી દારૂના 48 ચપલા તથા અન્ય એક મહિલા ફાતમા સુલતાન ચંગડા (ઉ.વ. 38, રહે. રૂપેણ બંદર) પાસે રહેલા થેલામાંથી રૂપિયા 13,200 ની કિંમતના દારૂના 48 ચપલા મળી આવ્યા હતા. આમ, આ સમગ્ર પ્રકરણમાં પોલીસે રૂપિયા 57,200ની કિંમત શરાબ અને રૂપિયા 16,000ની કિંમતના ચાર મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 73,200ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી, તમામ ચાર મહિલાઓ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.


