Thursday, April 9, 2026
Homeરાજ્યહાલારજામજોધપુરના રોટાવેટરની ચોરીમાં સંડોવાયેલા ચાર તસ્કરો ઝડપાયા

જામજોધપુરના રોટાવેટરની ચોરીમાં સંડોવાયેલા ચાર તસ્કરો ઝડપાયા

સ્થાનિક પોલીસે રૂા. 1.37 લાખના મુદ્દામાલ સાથે કરી અટકાયત

જામજોધપુરમાં થયેલા રોટાવેટરની ચોરીમાં સંડોવાયેલા ચાર તસ્કરોને જામજોધપુર પોલીસે ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી લઇ પકડાયેલા શખ્સો વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલી રોટાવેટર ચોરીની ફરિયાદમાં એએસઆઇ સુરેશભાઇ પરમાર, પો.કો. કૃણાલભાઇ હાલાને મળેલી બાતમીના આધારે પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી એએસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એન. બી. ચૌહાણ, પીએસઆઇ એમ. એલ. ઓડેદરા, એએસઆઇ સુરેશભાઇ પરમાર, પો.કો. કૃણાલભાઇ હાલા, કૌશિકભાઇ કાંબરિયા, અશોકભાઇ ગાગિયા સહિતના સ્ટાફએ વોચ ગોઠવી અભય સુભાષ ભડાણિયા (ઉ.વ.25, રહે. જામજોધપુર), મયૂર ગોવિંદ બારિયા (ઉ.વ.21, રહે. જામજોધપુર), વિજય વરૂ (ઉ.વ.31, રહે. ભાણવડ), વિશાલ નિલેશ કણસાગરા (ઉ.વ.19, રહે. જામજોધપુર) નામના ચાર તસ્કરોને લાલ કલરના જીજે07 ડીડી 4040 નંબરના રૂા. 1,37,000ની કિંમતના ચોરાઉ રોટાવેટર સાથે ઝડપી લઇ ઝડપાયેલા તસ્કરો વિરૂઘ્ધ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular