Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર જિલ્લાના ઝાખર ગામમાંથી જૂગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

જામનગર જિલ્લાના ઝાખર ગામમાંથી જૂગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

બુટાવદરમાંથી તીનપતિ રમતા ત્રણ શખ્સો ઝબ્બે : જામનગરમાંથી એકી બેકીનો જૂગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા : વાલાસણમાંથી વર્લીબાજ ઝબ્બે

- Advertisement -

જામનગર જિલ્લાના ઝાખર ગામ જવાના માર્ગ પર જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.14,040 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતાં. જામજોધપુર તાલુકાના બુટાવદર ગામની સીમમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.30,550 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ધરારનગર વિસ્તારમાં ચલણી નોટો ઉપર એકી બેકીનો જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂા.2960 ની રોકડરકમ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુરના વાલાસણ ગામમાંથી વર્લીના આંકડા લખતો એક શખ્સની રૂા.3070 ના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી.

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર જિલ્લાના ઝાખર ગામ તરફ જવાના માર્ગ પર જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા જોરાસિંગ મેરા રામા, વિકાસસિંહ કવરસિંગ યાદવ, સમસેરસિંગ મહેન્દ્રસિંગ અને ચમેલસિંગ ગોપીચંદ્ર રાજપુત નામના ચાર શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.14,040 ની રોકડરકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

બીજો દરોડો, જામજોધપુર તાલુકાના બુટાવદર ગામની સીમમાં ઝાડ નીચે તીનપતિનો જૂગાર રમતા પ્રવિણ બચુ મકવાણા, દિનેશ અમરા મકવાણા, લાખા અરજણ કાંબરિયા, વજશી ગોવા ગોજિયા નામના ચાર શખ્સોને રૂા.5550 ની રોકડ રકમ અને રૂા.25000 ની કિંમતની બે બાઇક મળી કુલ રૂા.30,550 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો, જામનગર શહેરના ધરારનગરમાં સાત નાલા પાસે જાહેરમાં ચલણી નોટો ઉપર એકી બેકીના આંકડા બોલી પૈસાની હારજીત કરતા અકબર દાઉદ જુણેજા, જુમા ઓસમાણ દલ, જાવીદ ઉર્ફે લંધો જમાલ ખુંભિયા, હસન કમાલ સાટી, જાફર ઈસાક શેખ નામના પાંચ શખ્સોને રૂા.2960 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આસીફ અબ્બાસ ભડાલા, રવિ અશોક રાઠોડ અને આરીફ ધુધા નામના ત્રણ શખ્સો નાશી ગયા હોય, જેની શોધખોળ આરંભી હતી.

ચોથો દરોડો, જામજોધપુર તાલુકાના વાલાસણ ગામમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા જેમલ ત્ શેખ નામના શખ્સને પોલીસે રેઈડ દરમિયાન રૂા.2070 ની રોકડ રકમ અને એક હજારની કિંમતના બે મોબાઇલ સહિત રૂા.3070ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા જેમલ નામનો શખ્સ આસીફ કાદર, હાસમ મુસા, અલી લાખા, હાજી તૈયબ, કિશોરસિંહ જાડેજા, રમેશ રણછોડ, દિલો અને કાસમ નામના શખ્સ પાસે કપાત કરાવતો હોવાનું ખૂલતા પોલીસે નવ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular