જામનગર શહેરમાં પવનચકકી નહેરના કાંઠા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.11700 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુરના ખરાવાડ ગામમાં જાહેરમાં જૂગાર રમતા બે શખ્સોને રૂા.3000 ની રોકડરકમ સાથે ઝડપી લઇ નાશી ગયેલા ત્રણ સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગારદરોડાની વિગત મુજબ, પ્રથમ જૂગાર દરોડો જામનગર શહેરમાં પવનચકકી નહેરના કાંઠા પાસેની શેરીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા અલ્કેશ કાંતિ નંદા, રાજેન્દ્ર ઉર્ફે રાજ જગદીશ નંદા, મથુર લખમણ કોડીનારીયા, મુકેશ કેશવ નાખવા નામના ચાર શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસે રૂા.11700 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામજોધપુર તાલુકાના ખરાવાડ ગામમાં જાહેરમાં જૂગાર રમતા વિજય ઉર્ફે ધુધો મનસુખ પરમાર અને રવિ મનસુખ સોલંકી નામના બે શખ્સોને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.3000 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. તેમજ ગૌતમ નવલ કોળી, અમઝદ ઉર્ફે અંધો ફકીર, અનિલ જમન કોળી નામના ત્રણ શખ્સો નાશી ગયા હોય જેથી તેની શોધખોળ આરંભી પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.