જામનગર શહેરના પંચવટી સર્કલ પાસે જાહેરમાં ચલણી નોટોના આંકડા ઉપર જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.13590 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વિગત મુજબ, જામનગર શહેરમાં પંચવટી સર્કલ પાસે જાહેરમાં ભારતીય ચલણી નોટો ઉપર જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પીએસઆઈ એ.બી. વણકર તથા સ્ટાફે રેઈડ દરમિયાન સચિન ઉર્ફે શ્યામ અનિલ કાથરાણી, દિનેશ ઉર્ફે લકકી નારણ તખતાણી, મનસુખ રામા સોલંકી, અબ્બાસ સુલેમાન સંઘાર નામના ચાર શખ્સોને રૂા.13590 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધ રી હતી.