Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ગોકુલનગરમાંથી એકીબેકીનો જૂગાર રમતા ચાર શખ્સ ઝડપાયા

જામનગરના ગોકુલનગરમાંથી એકીબેકીનો જૂગાર રમતા ચાર શખ્સ ઝડપાયા

રૂા.12,610 ની રોકડ રકમ કબ્જે : નવાગામ ઘેડમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા ચાર શખ્સ ઝબ્બે : પાંચહાટડીમાંથી જૂગાર રમતા બે શખ્સ ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર સાંઢીયા પુલ પાસે જાહેરમાં ચલણી નોટો પર એકી બેકીનો જૂગાર રમતા ચાર શખ્સોને સીટી સી ડીવીઝન પોલીસે રૂા.12,610 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના નવાગામ ઘેડમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.12,040 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના પાંચહાટડી વિસ્તારમાંથી એકીબેકીનો જૂગાર રમતા બે શખ્સોને પોલસીે રૂા.10,720 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગરના ગોકુલનગર સાંઢીયા પુલ પાસે જાહેરમાં ચલણી નોટો પર એકીબેકીનો જૂગાર રમાતો હોવાની હેકો નારણભાઈ સદાદીયા, પો.કો. ખીમશીભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.બી.બરબસીયા, હેકો ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન વિજયાકુમાર મુરલીધર શર્મા, નેભા ભીખા કેસરીયા, ગોવિંદ અરજણ બેરા, મો સજાદ મો નીજામ અંસારી સહિતના ચાર શખ્સોને પોલીસે રૂા.12,610 ની રોકડ રકમ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં નાઘેરવાસ પાસે જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન વિશાલ ઉર્ફે ટોફી કાનજી રાઠોડ, તેજસીંગ ઉર્ફે ટેકસી કુંવરશી રાજબાર, વિપુલ નારણ બેરડીયા, હરીશ મગન સોલંકી સહિતના ચાર શખ્સોને રૂા.12,040 ની રોકડ રકમ અને ઘોડીપાસા સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર શહેરના પાંચહાટડી વિસ્તારમાં સૈફી હોસ્પીટલની બાજુમાં ચલણી નોટો પર એકીબેકીના આંકડા બોલી જૂગાર રમતા સીદીક ઉમર દરજાદા, મહમદ આમદ રાડ નામના બે શખ્સોને રૂા.10,720 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular