દ્વારકા તાલુકાના વરવાળા ગામના તળાવ પાસે રહેતા ઇમરાન સલીમ ફકીર નામના 28 વર્ષના મુસ્લિમ શખ્સના મકાનમાં બેસીને ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા ઇમરાન સલીમ ફકીર, શરીફખાન ઇસ્માઈલખાન પઠાણ, બકુલ હેમંતભાઈ કાપડી અને ઇમરાન ઉમર પંજવાણી નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂપિયા 30,500 રોકડા તથા રૂપિયા 20,000 ની કિંમતનું એક મોટર સાયકલ મળી, કુલ રૂપિયા 50,500 નો મુદ્દામાલ કબજે કરીને જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.