જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતાં યુવકના દોઢ વર્ષ પહેલાના કાકાને થયેલા ઝઘડાનો ખાર રાખી બે શખ્સોએ યુવક ઉપર લોખંડના પાઈપ વડે હુમો કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતાં વિશાલ ઉર્ફે બોકસર રમણીકભાઈ પરમાર (ઉ.વ.26) નામનો યુવક તેના કાકા સાથે હતો હતો તે દરમિયાન થયેલા ઝઘડાનો ખાર રાખી રવિવારે મધ્યરાત્રિના સમયે દેવુભા ચોકમાં વિશાલ ઉર્ફે બોકસરને આંતરીને કિશન અરવિંદ ચૌહાણ અને ચાર અજાણ્યા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો અને બે અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો આડેધડ માર મારી ગાળો કાઢી હતી તેમજ ચાર શખ્સોએ પાઈપ વડે માર મારી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલાના બનાવની જાણ કરાતા પીએસઆઈ એલ.બી. જાડેજા તથા સ્ટાફે વિશાલના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.