Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરહાપા માર્કેટીંગ યાર્ડમાં ફ્રુટના વેપારીઓ ઉપર ચાર શખ્સોનો હુમલો

હાપા માર્કેટીંગ યાર્ડમાં ફ્રુટના વેપારીઓ ઉપર ચાર શખ્સોનો હુમલો

ફ્રુટના બોક્સ રસ્તા પર ફેંક્યા : મોબાઈલ તોડી નુકશાન

- Advertisement -

જામનગરમાં આવેલ હાપા માર્કેટિંગ યાર્ડમાં ફ્રુટના વેપારીઓ પર ચાર શખ્સો દ્રારા હુમલો કર્યાની ફરિયાદ સામે આવી છે. ફ્રુટના વેપારીઓ સાથે મજુરીના પૈસા વધારવા બાબતે ચાર શખ્સોએ ઝઘડો કરી મારામારી કરી ફ્રુટના બોક્સ રસ્તા પર ફેંકી દઈ મોબાઈલ તોડી નાખતા સીટી એ ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ફ્રુટનો થળો ધરાવતા જેકીભાઈ જીતુભાઈ લાલવાણી નામના વેપારીના થળે કમલેશ ઉર્ફે બંસી ભગવાનજી દાઉદીયા નામનો શખ્સ લાકડી સાથે આવી મજુરીના પૈસા વધારવા બાબતે બોલાચાલી કરી અપશબ્દો બોલી કમલેશ સહીત ધર્મેશ ઉર્ફે ભૂરો ભગવાનજી દાઉદિયા, કિશન ઉર્ફે શની કાનજીભાઈ દાઉદિયા, નાનજીભાઈ કાલીદાસ દાઉદિયાએ ફરિયાદી જેકીભાઈ તથા મુકેશભાઈને ઢીકાપાટુંનો માર મારી ફ્રુટના બોક્સ રસ્તા પર ફેંકી પરમાનંદભાઈ સાથે ઝપાઝપી કરી તેનો મોબાઈલ ફોન ફેંકી દઈ રૂ.10,000નું નુકશાન સર્જી ત્રણે વેપારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપતા જેકીભાઈએ ચારે વિરુધ આઈપીસી કલમ 323, 427,504,506(2),114 મુજબ  સીટીએ ડીવીઝન પોલીસ દફતરમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular