જામનગર તાલુકાના સરમત ગામના ચોરા પાસે રહેતાં પ્રૌઢ ગાળાગાળી કરતાં શખ્સોને સમજાવવા જતાં પ્રૌઢ ઉપર ચાર શખ્સોએ એકસંપ કરી તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સરમત ગામના ચોરા પાસે વસવાટ કરતાં મૂળુભા મનુભા જાડેજા (ઉ.વ.55) નામના પ્રૌઢ ખેડૂતના ઘર પાસે જાહેરમાં ગાળાગાળી કરતાં હોવાથી મૂળુભા ભીષ્મરાજસિંહ હકુભા જાડેજા અને કુલદીપસિંહ રણજિતસિંહ જાડેજાને સમજાવવા ગયા હતા. જેથી ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ રાજદીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, દશરથસિંહ જયેન્દ્રસિંહ જાડેજાને બોલાવ્યા હતા. ત્યારબાદ રાજદીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, દશરથસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, ભીષ્મરાજસિંહ હકુભા જાડેજા અને કુલદીપસિંહ રણજિતસિંહ જાડેજાએ એકસંપ કરી પ્રૌઢ મૂળુભા ઉપર તલવાર અને લોખંડના સળિયા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલો અને ધમકીના બનાવમાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં એએસઆઇ સી. ડી. ગાંભવા સ્ટાફ સાથે પહોંચી જઇ પ્રૌઢના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


