જામનગર શહેરના નાગેશ્વર વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમી પૈસાની હારજીત કરતા ચાર શખ્સોને રૂા.8,150 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ચાર શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના નાગેશ્વર વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન સુનિલ સુરેશ મારૂ, નિર્મલ રમેશ પઢીયાર, દાઉદ આરીફ મુસાણી, લખમણ નથુ ચાવડા નામના ચાર શખ્સોને રૂા.8150 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લીધા હતાં. તેમજ નાશી ગયેલા નીતિન અને અબ્બુ હુશેન નામના બે શખ્સોની શોધખોળ આરંભી છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.