Wednesday, January 8, 2025
Homeરાજ્યજામનગરઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા જામનગર બ્રાન્ચના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા જામનગર બ્રાન્ચના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન

- Advertisement -

ધ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા (આસીએઆઇ)ની જામનગર શાખા વેર્સ્ટન ઇન્ડિયા રિજિનિયોલ કાઉન્સીલ ઓફ ધ ઇન્સ્ટયૂટ કાઉન્સીલ ઓફ એકાઉન્ટના નેજા હેઠળ જામનગરના શરુ સેકશન રોડ ઉપર, પોલીસ હેડ કવાર્ટરની પાછળ, ગોલ્ડન સીટીની બાજુમાં નવુ બિલ્ડીંગ બનવા જઇ રહ્યું છે. જેનું ભૂમિ પૂજન આવતીકાલે બપોરે 3:21 વાગ્યે યોજાશે.

- Advertisement -

આ ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આઇસીએઆઇ, ન્યુદિલ્હીના પ્રેસિડેન્ટ સીએ (ડોકટર) દેબાસીસ મિત્રા તેમજ અતિથિ વિશેષ તરીકે અમદાવાદના હાલ આઇસીએઆઇ ન્યુદિલ્હીના વાઇસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટી તથા જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન જામનગર બ્રાન્ચના ચેરપર્સન સીએ દિપા ગોસ્વામી, આઇસીએઆઇ જામનગર બ્રાન્ચના ચેરપર્સન સીએ વિશાલ દોશી તેમજ વા. ચેરપર્સન સીએ પ્રતિક ચાંદ્રા, સેક્રેટરી સીએ પ્રિતેશ મહેતા, ટ્રેઝરર સીએ સફી ખુરેશી, કમિટી મેમ્બર સીએ હરદીપસિંહ જાડેજા તથા સીએ જયદીપ રાયમગીયા સહિતની કમિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular