Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના પૂર્વ ડે.મેયર ભરતભાઇ મહેતાનું અવસાન

જામનગરના પૂર્વ ડે.મેયર ભરતભાઇ મહેતાનું અવસાન

હૃદય રોગના હુમલાની સારવાર દરમ્યાન રાજકોટમાં અંતિમ શ્વાસ લીધાં

- Advertisement -

જામનગરમાં ડે.મેયર તરીકે ફરજ બજાવી ચુકેલાં અને ત્રણ ટર્મ સુધી જામનગર મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે જવાબદારી સંભાળી ચુકેલા ભરતભાઇ મહેતાનું ગઇકાલે અવસાન થયું હતું. રાજકોટ ખાતે હ્રદય રોગના હુમલાની સારવાર દરમ્યાન તેમનું અવસાન થતા જૈન સમાજ તેમજ રાજકીય આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

જામનગર મહાનગરપાલિકામાં દોઢ દાયકાથી કોર્પોરેટર તરીકે રહેલાં તેમજ ડે.મેયર તરીકેનું પદ શોભાવી ચુકેલાં જૈન સમાજના અગ્રણી ભરતભાઇ મહેતા સેવાકીય ક્ષેત્રમાં હરહંમેશ અગ્રેસર રહ્યા હતાં. વોર્ડ નં. 9માં કોર્પોરેટર તરીકે તેઓએ સારી એવી લોકચાહના મેળવી હતી. જામનગર વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતીના ઉપપ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં મંત્રી, મહામંત્રી તેમજ મહાનગરપાલિકામાં શિક્ષણ સમિતીના ઉપાધ્યક્ષ તરીકે પણ તેઓ સેવા આપી ચુકયા છે. સામાજીક કાર્યોની સાથે 20 વર્ષની ઉંમરે રાજકીય ક્ષેત્રમાં પણ અનેરા યોગદાનની શરૂઆત કરી હતી. છેલ્લાં 30 વર્ષથી વધુ સમયથી ભરતભાઇ ભાજપમાં કર્તવ્યનિષ્ઠ કાર્યકરની ભુમિકા સુપેરે નિભાવી હતી. આ ઉપરાંત તેઓ જૈન સમાજમાં સોશ્યલ ગ્રુપના સમુહલગ્ન સમિતી તેમજ યંગ સોશ્યલ ગ્રુપમાં પણ કાર્યરત હતાં. જામનગર શહેરમાં સામાજીક અને રાજકીય ક્ષેત્રમાં અનેરી નામના ધરાવનાર મહાનગરપાલિકાના પૂર્વ નગર સેવક તેમજ પૂર્વ ડે.મેયર ભરતભાઇના નિધનથી જૈન સમાજ તેમજ રાજકીય વર્તુળમાં શોકનો માહોલ છવાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular