Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયહિમાચલના પૂર્વ મુખ્યમંત્રી વિરભદ્રસિંહનું નિધન

હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી વિરભદ્રસિંહનું નિધન

વિરભદ્ર સિંહ છ વખત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા : હિમાચલના રાજકારણમાં તેમનું ખૂબ મોટું કદ હતું

- Advertisement -

હિમાચલ પ્રદેશના છ વખત મુખ્યમંત્રી રહેલા કોંગ્રેસના નેતા વીરભદ્ર સિંહનું ગુરુવારે 87 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે સવારે 3:40 કલાકે શિમલામાં ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. અહીં તેઓ લગભગ બે મહિનાથી દાખલ હતા. સોમવારે તેમને શ્ર્વાસ લેવામાં તકલીફ થઈ હતી, ત્યાર બાદ તેમને વેન્ટિલેટર પર રાખવામા આવ્યા હતા.

વીરભદ્ર સિંહને બેવાર કોરોના થયો હતો. તેમનો રિપોર્ટ પ્રથમ વખત 12 એપ્રિલે અને બીજી વખત 11 જૂને પોઝિટિવ આવ્યો હતો. બુધવારે એક દિવસ અગાઉ IGMCના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. જનક રાજે કહ્યું કે વીરભદ્ર સિંહની હાલત નાજુક છે, પરંતુ સ્થિર છે. વીરભદ્રસિંહનો જન્મ 23 જૂન 1934માં થયો હતો. તેમના પિતા પદમ સિંહ બુશહર રજવાડાના રાજા હતા.

મહાસૂ બેઠક પરથી 1962માં પ્રથમ વખત વીરભદ્ર સિંહે લોકસભાની ચૂંટણી જીતી હતી. આ પછી તેઓ 1967, 1971, 1980 અને 2009માં લોકસભામાં પણ ચૂંટાઈ આવ્યા હતા. રોહડૂ બેઠક પરથી પ્રથમ વીરભદ્ર સિંહ વિધાનસભાની ચૂંટણી લડયા હતા. બાદમાં જ્યારે રોહડૂ બેઠક અનામત રાખવામાં આવી ત્યારે તેમણે 2012માં શિમલા રૂરલ બેઠક પરથી ચૂંટણી લડી હતી. 2017માં તેમણે આ બેઠક પુત્ર વિક્રમાદિત્ય સિંહ માટે છોડી દીધી હતી અને પોતે અરકીથી જ ચૂંટણી લડ્યા હતા. હાલમાં તેઓ અરકી બેઠક પરથી ધારાસભ્ય હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular