Monday, December 23, 2024
Homeરાજ્યહાલારઅકળ કારણોસર આથમણા બારાના યુવાને જિંદગી ટૂંકાવી

અકળ કારણોસર આથમણા બારાના યુવાને જિંદગી ટૂંકાવી

- Advertisement -

દ્વારકા જિલ્લાના આથમણા બારા ગામમાં રહેતા યુવાને તેના ખેતરમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હોવાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના આથમણા બારા ગામે રહેતા દિલીપસિંહ પબજીભાઈ જાડેજા નામના 35 વર્ષના યુવાને ગત તારીખ 2 ના રોજ રાત્રિના સમયે પોતાની વાડીએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેમને સારવાર અર્થે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ મહિપતસિંહ પબજીભાઈ જાડેજાએ સલાયા મરીન પોલીસને જાણ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular