Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત માછીમારો માટે 105 કરોડનું રાહત પેકેજ જાહેર

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત માછીમારો માટે 105 કરોડનું રાહત પેકેજ જાહેર

તાઉતે વાવાઝોડાના પરિણામે સૌરાષ્ટ્રના બંદરોને વ્યાપક નુકશાન

- Advertisement -

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા માછીમારો માટે રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત 105 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રકારનું રાહત પેકેજ સરકારે પ્રથમ વખત જાહેર કર્યું હોવાનું જણાવ્યું છે.

- Advertisement -

વાવાઝોડાની કુદરતી આફતથી માછીમારોને અને નાના-મોટા બંદરોને થયેલા નુક્સાન સામે રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર રૂ.105 કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કોર કમિટીએ સર્વગ્રાહી રાહત સહાય પેકેજ મંજૂર કર્યું છે. ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા બંદરો જાફરાબાદ, રાજુલા, સૈયદરાજપરા, શિયાળબેટ, નવાબંદર સહિતના બંદોરોને તાઉતે વાવાઝોડાથી વ્યાપક નુકસાન થયુ હતું. કલાકના 220 કિ.મીની ઝડપે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાથી દરિયો પણ તોફાની થયો હતો જેને પરિણામે માછીમારોની ફિશિંગ બોટ, મોટા ટ્રોલર, હોડીઓ સહિત અમૂક કિસ્સાઓમાં મત્સ્યબંદરની માળખાકીય સુવિધાઓને પણ મોટાપાયે નુકશાન થયું હતું.

 બોટ જાળ/સાધન સામગ્રીને થયેલા નુક્સાન સામે સહાય પેટે થયેલા નુક્સાનના 50 ટકા અથવા રૂ. 35,000 સુધી સહાય. બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.

- Advertisement -

 અંશત નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં  50% અથવા રૂ. 35,000  સહાય. બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.

 નાની બોટ પૂર્ણ નુકશાન પામી હશે તો આવી બોટની કિંમતના 50% અથવા રૂ. 75,000 બેમાંથી જે ઓછુ હોય તે આપવામાં આવશે.

- Advertisement -

અંશત નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના 50% અથવા રૂ. 2 લાખ બેમાંથી જે ઓછું હોય તે ઉચ્ચક સહાય. 

આ ઉપરાંત માછીમાર રૂ. 10 લાખ સુધીની લોન મેળવે તો તેના પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે.

 ઈનપુટ સબસીડી મત્સ્ય બીજ, ફીડ, સાધન સામગ્રી માટે હેક્ટર દીઠ રૂ. 8200 પ્રમાણે સહાય અપાશે.

આ ઉપરાંત ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના અશંત નુક્સાનના કિસ્સામાં માછીમાર રૂપિયા 5 લાખ સુધીની લોન મેળવે તો તેના પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે.

પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના 50 ટકા અથવા રૂ. 5 લાખ બેમાંથી જે ઓછું હશે તે ઉચ્ચક સહાય રાજ્ય સરકાર આપશે.

દરિયાકાંઠાના જાફરાબાદ-નવાબંદર-સૈયદ રાજપરા-શિયાળબેટ ખાતેના મત્સ્ય બંદરોને મોટા પાયે થયેલા માળખાકીય નુક્સાનની મરામત તથા નવીનીકરણ માટે સહાય પેકેજમાં રૂ. 80 કરોડનો ખર્ચ થશે

નુકશાન પામેલ બોટના ખલાસીઓને જીવનનિર્વાહ માટે ખલાસી દીઠ ઉચ્ચક રૂ. 2000ની સહાય ખલાસીઓના ખાતામાં સીધા DBTથી ચૂકવાશેય

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular