Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયઅયોધ્યામાં 21કિલો ચાંદીના ઝુલામાં બિરાજશે ભગવાન રામ

અયોધ્યામાં 21કિલો ચાંદીના ઝુલામાં બિરાજશે ભગવાન રામ

- Advertisement -

અયોધ્યામાં પ્રથમ વખત રામલલ્લા શ્રાવણ માસમાં ચાંદીના ઝુલા પર બિરાજમાન થશે. ટ્રસ્ટ દ્વારા કામચલાઉ મંદિરમાં બિરાજમાન રામલલ્લા માટે 21 કિલો વજનનો ચાંદીનો હિંચકો બનાવડાવવામાં આવ્યો છે. કામચલાઉ રામ મંદિરમાં પાંચમથી રામલલ્લાના હિંડોળાના ઉત્સવની શરૂઆત કરવામાં આવશે.

- Advertisement -

સૌ પ્રથમ વખત રામલ્લા માટે ચાંદીનો વિશેષ ઝુલો બનાવાયો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંવતરાયે ઝુલાનો ફોટો શેર કરતા લખ્યુ છે રક્ષા બંધન સુધી રામલલા આ વિશેષ ઝુલામાં ઝુલશે. રામ જન્મભૂમિ પરિસરમાં શ્રાવણ માસની પંચમી તિથિથી શ્રાવણ ઝુલા ઉત્સવની પરંપરા છે. જોકે અયોધ્યાના તમામ મઠ મંદિરમાં તૃતીયાથી જ હિંડોળા ઉત્સવ શરૂ થઈ ગયો છે. 

ભગવાન શ્રી રામલલ્લા શ્રાવણ શુક્લ પક્ષ પંચમીથી ચાંદીના પારણામાં ઝુલશે. આ માટે 5 ફૂટ ઉંચો અને 21 કિલો ચાંદીનો વિશેષ આકર્ષક ઝુલો પરિસરમાં પહોંચી ગયો છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular