Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલના નવ નિર્માણ માટે રૂા. 50 કરોડના ખર્ચને મંજૂરી

જી.જી. હોસ્પિટલના નવ નિર્માણ માટે રૂા. 50 કરોડના ખર્ચને મંજૂરી

- Advertisement -

જામનગર જી.જી. હોસ્પિટલના નવનિર્માણના માસ્ટર પ્લાન અંતર્ગત નવી બિલ્ડીંગના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂા.પ0 કરોડના ખર્ચની વહિવટી મંજૂરી આપવામાં આવી છે. આ માસ્ટર પ્લાન અંતર્ગત 500 બેડની માતૃબાળ હોસ્ટિપલની ઇમારત તથા 650 બેડની આઇસીયુ, રેડિયોલોજી, ઇએનટી અને ઓપીડી ધરાવતી નવી ઇમારતનું નિર્માણ કરવામાં આવશે.

- Advertisement -

રાજય સરકારના વર્ષ 2023-24ના અંદાજપત્રમાં જી.જી. હોસ્પિટલની નવી ઇમારતોના નિર્માણ માટેના માસ્ટર પ્લાન માટે રૂા. 50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઇમારતોના નિર્માણ કામના ખર્ચને રાજય સરકાર દ્વારા વહિવટી મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આ સાથે જ નવી ઇમારતોના નિર્માણનો માર્ગ મોકળો થયો છે. જી.જી. હોસ્પિટલની હાલની જૂની ઇમારતોને તોડી પાડી તેના સ્થાને નવી હાઇરાઇઝ ઇમારતના નિર્માણ માટે આરોગ્ય વિભાગ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ માસ્ટર પ્લાન અંતર્ગત હાલ બે ઇમારતોનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. જયારે અન્ય બે ઇમારતોનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. જેમાં 1650 બેડ ધરાવતી ઇમારતમાં ઓર્થોપેડિકસ, ઇએનટી, સર્જરી, રેડિયોલોજી, આઇસીયુ તથા સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. જયારે અન્ય એક ઇમારતમાં 500 બેડની માતૃબાળ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેકટ આગામી 10 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. જેમ-જેમ પ્રોજેકટ આગળ ધપતો જશે તેમ-તેમ રાજય સરકાર તબકકાવાર નાણાંકિય ફાળવણી કરશે. જી.જી. હોસ્પિટલના નવનિર્માણ અને આધુનિક કરણના પ્રોજેકટને વહિવટી મંજૂરી આપવા અંગે જામનગરના બન્ને ધારાસભ્યો દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજાએ રાજયના મુખ્યમંત્રી નાણાંમંત્રી તથા આરોગ્ય મંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે. લાંબા સમયથી જામનગરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા ભાજપની સંગઠન પાંખ દ્વારા હોસ્પિટલના આધુનિકરણને લઇને રજૂઆતો કરવામાં આવતી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular