જામનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. દરમિયાન શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવે છે. જે અંતર્ગત શુક્રવારે રાત્રિના સમયે જામનગર શહેરની ગોકુલનગર અને હરિયા કોલેજ પાછળના વિસ્તારમાં સીટી સી ડીવીઝનના પીઆઈ પી.એલ. વાઘેલા તથા સ્ટાફ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.