દેશભરમાં મોંઘવારી ઝડપથી વધી રહી છે. આ મોંઘવારી વચ્ચે ભોજનના સામાનમાં પણ જોરદાર વધારો થયો છે. ચોખા, ઘઉં, લોટ અને દાળ સહિતના સામાનમાં વધારો થયો છે. એક મહિમાં રિટેલ બજારમાં ઘઉં અને દાળના ભાવ 5% અને 4% સુધી વધ્યા છે. પામ ઓઇલને છોડીને લગભગ તમામ ખાદ્ય તેલની કિંમતમાં પણ આ દરમિયાન સામાન્ય વધારો થયો છે. ચોખાની કિંમતમાં સૌથી વધુ વધારો થયો છે. એક વર્ષ પહેલા ઘઉંનો ભાવ 28.18 રૂપિયા પ્રતિ કિલો હતો. આ વર્ષે તેના ભાવ વધતા ગયા છે. કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પીયૂષ ગોયલે એક સવાલના લેખિત જવાબમાં કહ્યુ, દેશમાં ઘઉં અને દાળ જેવી જરૂરી વસ્તુઓની એવરેજ રિટેલ કિંમતમાં હાલના મહિનાઓમાં કોઇ ઝડપી અને સતત વધારો નથી થયો ગોયલ અનુસાર, 6 ડિસેમ્બરથી ઘઉંના એવરેજ રિટેલ ભાવ એક મહિના પહેલા 30.50 રૂપિયાની તુલનામાં 31.90 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયા છે. ઘઉંની કિંમતમાં વધારો થયો છે તો લોટની કિંમત પર પણ તેની અસર જોવા મળશે. લોટની કિંમત એક મહિના અગાઉ રૂ. 35.20ની સરખામણીએ 6% વધીને રૂ. 37.40 પ્રતિ કિલો થઈ ગઈ છે.
દાળની કિંમતમાં પણ છેલ્લા એક મહિનામાં 2 %નો વધારો થયો છે. એક મહિના પહેલા ચણા દાળનો એવરેજ ભાવ 110.90 રૂપિયા પ્રતિ કિલો હતો, તો 6 ડિસેમ્બરથી આ 112.80 રૂપિયા પ્રતિ કિલો ભાવ પર વેચાઇ રહી છે. બીજી તરફ અદડની દાળની કિંમતમાં પણ વધારો થયો છે. લગભગ એક વર્ષ પહેલા અદડની દાળનો ભાવ 103. 8 રૂપિયા પ્રતિ કિલો હતો, આજના સમયમાં તેનો ભાવ 112.75 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે. એક મહિના પહેલા ચોખાનો ભાવ 38.12 રૂપિયા પ્રતિ કિલો હતો, આજે તેની કિંમત 38.33 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયા છે. એક વર્ષ પહેલાની ચોખાની કિંમતની વાત કરીએ તો તેનો ભાવ 5.5 રૂપિયા પ્રતિ કિલો હતો.