વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઇ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગઇકાલે તકેદારીના ભાગરૂપે જામનગરના અનેક ગામોમાંથી લોકોના સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેને ધ્યાને લઇ અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવા સહિતની સેવા પ્રવૃત્તિ શરુ કરવામાં આવી હતી.
વાવાઝોડાના કારણે સ્થળાંતરીત થયેલા અસરગ્રસ્તો માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જામનગર દ્વારા 2500 ફૂડ પેકેટ તૈયાર કરી તા. 17ના રોજ જામનગર મહાનગરપાલિકા, જામનગર મ્યુનિસિપલ કમિશનરને અર્પણ કર્યા હતાં.