જામનગરમાં વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયાઈ વિસ્તારો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોનું સ્થળાંતરણ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે સ્થળાંતરિક લોકો માટે ભોજન સેવા માટે અનેક સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી હતી અને ફૂડ પેકેટ ત્ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાવાઝોડાને અનુસંધાને સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ દ્વારા જામનગરમાં સ્થળાંતર કરાયેલા લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતાં. જે સ્થળાંતરીક લોકો માટે મોકલવામાં આવ્યાં હતાં.