સ્વયં શકિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાવાઝોડામાં પ્રભાવિત લોકોને વહારે આવી ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં વાવાઝોડાને પરિણામે અનેક શહેરોમાં લોકો મુશ્કેલીમાં મૂકાયા છે તો તંત્ર દ્વારા સ્થળાંતરણ પણ કરાયું છે. જ્યારે અનેક સામાજિક સંસ્થાઓ તેમની મદદે આવી ગઈ છે. સ્વયં શકિત ચેરી. ટ્રસ્ટ દ્વારા પણ મહુવા-ભાવનગર સહિતના જિલ્લાઓમાં અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવાના આશયથી 2000 જેટલા ફૂડ પેકેટ બનાવી રવાના કરવામાં આવ્યાં હતાં.