Monday, January 12, 2026
Homeરાજ્યગુજરાતલોકગાયિકા ગીતા રબારી ફરી વિવાદમાં, પોલીસ ફરિયાદ નોંધાઈ

લોકગાયિકા ગીતા રબારી ફરી વિવાદમાં, પોલીસ ફરિયાદ નોંધાઈ

ગુજરાતની પ્રખ્યાત લોકગાયિકા ગીતા રબારી ફરી એક વખત વિવાદોમાં ફસાઈ છે. કોરોના વાયરસને પરિણામે રાજ્યમાં સામાજિક કાર્યક્રમોમાં માત્ર 50 લોકોને જ છુટ આપવામાં આવી છે. છતાં પણ અનેક જગ્યાઓ પર કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને લોકો કોરોનાને આવકારી રહ્યા છે.

- Advertisement -

ભુજના  રેલડી ગામમાં ફાર્મ હાઉસ ખાતે ગીતા રબારીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ લોક ડાયરામાં અનેક લોકોએ ઉપસ્થિત રહીને ગાઈડલાઈનના ધજાગરા ઉડાડ્યા હતા. જેને લઇને પેડી પ્રસંગ વૈભવી ડાયરામાં આયોજક સંજય ઠક્કર અને ગાયીકા ગીતા રબારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડાયરા માટે કોઈ પણ મંજૂરી લેવામાં આવી નહોતી અને 250થી વધુ લોકો હાજર રહી જાહેરનામાનું ઉલ્લંઘન કર્યું હતુ. પોલીસે ફાર્મ હાઉસના માલિક સામે પણ ગુનો નોંધ્યો છે.

થોડા દિવસ અગાઉ પણ તેણીએ પોતાના ઘરે કોરોનાની વેક્સિન લીધી હોવાથી લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને સ્થાનિક તંત્રના ઠપકાનો  સામનો કરવો પડ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular