Sunday, December 22, 2024
Homeબિઝનેસવિશ્વ બજારોમાં ચઢાવ-ઉતાર, ભારતનું બજાર ઘટીને બંધ

વિશ્વ બજારોમાં ચઢાવ-ઉતાર, ભારતનું બજાર ઘટીને બંધ

- Advertisement -

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 400 અંક ઘટીને 51703 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 104 અંક ઘટીને 15208 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર નેસ્લે, બજાજ ફીનસર્વ, એશિયન પેઈન્ટ્સ, HDFC બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. નેસ્લે 2.80 ટકા ઘટીને 16739.90 પર બંધ રહ્યો હતો. બજાજ ફિનસર્વ 2.61 ટકા ઘટીને 10184.65 પર બંધ રહ્યો હતો. જોકે SBI, પાવર ગ્રીડ કોર્પ, NTPC, રિલાયન્સ, બજાજ ઓટો સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. SBI 2.39 ટકા વધીને 411.90 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રીડ કોર્પ 2.04 ટકા વધીને 230.05 પર બંધ રહ્યો હતો.

- Advertisement -

મેક્રોટેક ડેવલપર્સે IPO માટે માર્કેટ રેગ્યુલેટર સેબીની પાસે ડ્રાફટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ(DRPH) ફાઈલ કરી છે. કંપની IPO દ્વારા લગભગ 2500 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે. કંપનીએ પહેલા લોઢા ડેવલપર્સના નામથી ઓળખવામાં આવતી હતી.

આજે વિશ્વભરના શેરબજારમાં ઉતાર-ચઢાવ છે. કોરિયા કોસ્પી ઈન્ડેક્સ 1 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સમાં 0.36 ટકા અને જાપાનના નિક્કેઈ ઈન્ડેક્સમાં 0.64 ટકાનો ઘટાડો છે. અમેરિકાના બજારમાં નેસ્ડેક અને S&P 500 ઈન્ડેક્સ હલ્કા ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે ડાઉ જોન્સ ઈન્ડેક્સ 0.20 ટકાના વધારા સાથે બંધ થયો હતો. બીજી તરફ યુરોપના શેરબજાર સપાટ બંધ થયા હતા.

- Advertisement -

શેરબજારમાં મંગળવારે થોડું પ્રોફિટ-બુકિંગ થયું હતું. BSE સેન્સેક્સ 49.96 અંક ઘટી 52104.17 પર અને નિફ્ટી 1.25 અંક ઘટી 15313.45 પર બંધ થયો હતો. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 1144.09ના શેર ખરીદ્યા, જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 1559.53 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.

ભારતીય શેરબજારોમાં સપ્તાહના બીજા દિવસે ફલેટ બંધ થયા હતા. સેન્સેક્સ 49.96 અંક ઘટીને 52104.17 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 1.25 ટકા ઘટીને 15313.45 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, ICICI બેન્ક, નેસ્લે, ઈન્ફોસિસ, SBI સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેન્ક 2.37 ટકા ઘટીને 775.65 પર બંધ રહ્યો હતો. ICICI બેન્ક 2.31 ટકા ઘટીને 658.45 પર બંધ રહ્યો હતો. જોકે પાવર ગ્રીડ કોર્પ, ONGC, NTPC, કોટક મહિન્દ્રા, મારૂતિ સુઝુકી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 6.24 ટકા વધીને 225.45 પર બંધ રહ્યો હતો. ONGC 5.18 ટકા વધીને 103.50 પર બંધ રહ્યો હતો.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular