Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરસીટી-એ વિસ્તારમાં પોલીસ અને બીએસએફ જવાનોની ફલેગમાર્ચ

સીટી-એ વિસ્તારમાં પોલીસ અને બીએસએફ જવાનોની ફલેગમાર્ચ

- Advertisement -

આગામી તા. 1 ડિસેમ્બરના રોજ જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા યોજાનાર છે. ત્યારે મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે અને કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે. જેને લઇ અત્યારથી જ વિવિધ તકેદારીઓના પગલા લેવાઇ રહ્યાં છે. જામનગરમાં મતદાન દરમિયાન પોલીસ કર્મચારીઓ તેમજ બીએસએફના અધિકારીઓ તથા જવાનો સુરક્ષામાં ખડેપગે રહેશે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષક વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ સીટી-એના પીઆઇ એમ.બી. ગજ્જર દ્વારા સીટી-એ વિસ્તારમાં આવેલ બાઇની વાડી (ચુનાનો ભઠ્ઠો), હર્ષદ મિલની ચાલી, મહાવીરનગર, પટ્ટણીવાડ પાછળ ચમાડવાડ, વાઘેરવાડો સહિતના વિસ્તારની મુલાકાત લઇ આગેવાનો સાથે મિટિંગ યોજી હતી. તેમજ પીઆઇ એમ.બી. ગજ્જર, પીએસઆઇ બી.એસ. વાળા તથા વી.આર. ગામેતિ સહિતના અધિકારીઓ તેમજ ડી સ્ટાફ અને બીએસએફના અધિકારીઓ અને જવાનો દ્વારા સીટી-એ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular