જામનગર કોર્ટ પરિસરમાં આજરોજ 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સુભદ્રાબેન બક્ષીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. તેમજ જામનગર બાર એસોસીએશન દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતુેં. આ તકે જામનગર બાર એસોસીએશનના પ્રમુખ ભરતભાઇ સુવા સહિતના હોદ્દેદારો તેમજ વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી તથા રક્તદાન પણ કર્યું હતું.