Monday, January 26, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેર કક્ષા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મેયરના હસ્તે ઘ્વજવંદન - VIDEO

જામનગર શહેર કક્ષા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મેયરના હસ્તે ઘ્વજવંદન – VIDEO

ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત : બાળકો દ્વારા સાંસ્કૃતિક રજૂ કરાયા

જામનગર મહાનગરપાલિકા દ્વારા મેયરના હસ્તે ઘ્વજવંદન કરી શહેરકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા 77 માં પ્રજાસત્તાક દિનની વોર્ડ નં.6 રવિ પાર્ક કોમન પ્લોટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મેયર વિનોદભાઇ ખીમસુર્યાના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર મહાનગરપાલિકાની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત વિવિધ શાળાઓના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતાં. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટિ ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઇ જોષી, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતભાઇ કકનાણી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ચીફ ફાયર ઓફીસર કે.કે. બિશ્નોઈ, નાયબ કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, કોર્પોરેટરો અરવિંદભાઇ સભાયા, ગોપાલભાઇ સોરઠીયા, સરોજબેન વિરાણી, ડિમ્પલબેન રાવલ સહિતના અગ્રણીઓ જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular