સમગ્ર ભારતમાં આજરોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ રહી છે. ત્યારે જામનગર જિલ્લા પંચાયત ખાતે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નયનાબેન પરમારના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરમાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ હતી. આ તકે જિલ્લા પ:ચાયતના સભ્ય, અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.