જામનગર શહેરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી બ્રાસની ભઠ્ઠીમાંથી પિત્તળ ચોરીના બનાવમાં સિટી સી ડીવીઝન પોલીસે સીસીટીવી ફુટેજોમાં નજરે પડેલી બોલેરો કારને ટે્રસ કરી ચોરાઉ મુદ્દામાલ સાથે પાંચ શખ્સોને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી બ્રાસની ભઠ્ઠીમાંથી રૂા.6,00,000 ની કિંમતનો બ્રાસનો ભંગાર અને સળિયાની ચોરીના બનાવમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વી.ડી.વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ કે.આર. સિસોદીયા, એએસઆઇ આર.એમ.કનોજીયા, હેકો ફેઝલભાઈ મામદભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ ફતેસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા, મગનભાઈ ચંદ્રપાલ, પોકો મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, વિપુલભાઈ જગદીશભાઇ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ વસંતભાઈ બારડ, યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા, સંદિપભાઈ જરૂ સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેજમાં નજરે પડેલી બોલેરો ગાડીને ટ્રેસ કરી આંતરી લીધી હતી.
બોલેરોમાંથી શૈલેષ મગન ચુડાસમા (જામનગર) , રાજેશ પ્રતાપ કેવલરામાણી (જામનગર), આરમોન સુમન કે.સી.(નેપાળ,હાલ જામનગર), વિરેન્દ્ર પ્રેમબહાદુર પરિયાર(નેપાળ, હાલ જામનગર), ભાવિક રમેશ રાઠોડ (જામનગર) નામના પાંચ શખ્સોને ઝડપી લઇ તલાસી લેતા બોલેરોમાંથી રૂા.3,01,000 ની કિંમતના 860 કિલો બ્રાસ ભંગારના 15 બાચકા અને રૂા.2,03,700 ની કિંમતના 582 કિલો બ્રાસના સળિયા, રૂા.3 લાખની કિંમતની જીજે-16-ડબલ્યુ-8187 નંબરની બોલેરો વાહન તેમજ ભઠ્ઠીના ડેલાનું તાળુ અને સળિયા કાપવા માટે ઉપયોગમાં લીધેલ સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.