કલ્યાણપુર તાલુકાના ગોજીનેશ ગામે સ્થાનિક પોલીસે જાહેરમાં વરલી-મટકાના આંકડા વડે પૈસાની હારજીત કરી, જુગાર રમી રહેલા આનંદ ઈબ્રાહીમ પુંજાણી, ભીખા બાબુભાઈ સોલંકી, મેરામણ ગંધાભાઈ ગામી, કાના કારુભાઈ ગામી, અને રાજેશ ભીખાભાઈ વારોતરીયા નામના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂા. 12,500 ની રોકડ રકમ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.