જામજોધપુર ગામમાં આવેલી ખેતલા શેરીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.18040 નો મુદ્દામાલ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર ગામમાં આવેલી ખેતલા શેરીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન અશ્ર્વિન ઠાકરશી સિણોજિયા, ચંદુ છગન રાબડિયા, મનસુખ ભવાન પાચાણી, બીપીન વલ્લભભાઈ રાબડિયા, જગદીશ કાંતિભાઈ ખાંટ નામના પાંચ શખ્સોને રૂા.6540 ની રોકડ રકમ અને 11500 ની કિંમતના પાંચ નંગ મોબાઇલ મળી કુલ રૂા.18040 ની કિંમતનો મુદ્દામાલ અને ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી જૂગારધારા અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જામજોધપુરમાંથી તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
રૂા.6540 ની રોકડ અને 11500 ના પાંચ મોબાઇલ સહિત રૂા.18040 નો મુદ્દામાલ કબ્જે