જામજોધપુરના વેરાવળ ખાતે જાહેરમાં તિનપત્તિનો જુગાર રમતાં પાંચ શખ્સોએ પોલીસે રેઇડ દરમિયાન 11350ની રોકડ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ જામજોધપુરમાં વેરાવળ ગામ જાંબુડી વાડી વિસ્તારમાં હનિફભાઇની વાડી ખાતે જાહેરમાં તિનપત્તિનો જુગાર રમાતો હોવાની પો.કો. દિલીપસિંહ જાડેજા, ઋષિરાજસિંહ વાળા તથા માનસંગભાઇ ઝાપડીયાને મળેલ બાતમીના આધારે જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલાના માર્ગદર્શન તથા જામજોધપુર પીઆઇ વાય.જે. વાઘેલાની સૂચના હેઠળ હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજા, માનસંગભાઇ ઝાપડીયા, ઋષિરાજસિંહ વાળા, દિલીપસિંહ જાડેજા, અશોકભાઇ ગાગડીયા તથા નિમુબેન ચિત્રોડા સહિતના સ્ટાફ દ્વારા રેઇડ દરમિયાન હનિફ ઇબ્રાહીમ બેગ, બશીર ઉર્ફે દાઢી અહેમદ સમા, કાના અરજણ ભાટુ, અબુ ઉર્ફે ટાલિયો ગુલમામદ ઘોઘા તથા ભાવેશગીરી પ્રતાપગીરી ગોસ્વામી નામના પાંચ શખ્સોને રૂા. 11350ની રોકડ સાથે તિનપત્તિના જુગાર રમતાં ઝડપી લીધા હતાં. રેઇડ દરમિયાન હુશેન અલ્લારખા રાવકડા તથા હનિફ મામદ રાવકડા નામના બે શખ્સો નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.