જામનગર શહેરના હાપા રોડ, લાલવાડી સ્કૂલ પાસેથી પોલીસે બે શખ્સોને રૂા. 200ની કિંમતના બે નંગ દારુના ચપટા સાથે ઝડપી લીધા હતાં અને મોટરસાયકલ સહિત કુલ રૂા. 20200ની કિંમતનો મુદ્ામાલ કબજે કર્યો હતો. જામનગરના 58-દિ.પ્લોટ વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને રૂા. 500ની કિંમતની એક નંગ દારુની બોટલ સાથે ઝડપી લીધો હતો. શહેરના યાદવનગર વિસ્તારમાંથી પોલીસે બે શખ્સોને રૂા. 800ની કિંમતની ચાર નંગ દારુની બોટલ સાથે ઝડપી લીધા હતાં.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં હાપા રોડ, લાલવાડી સ્કૂલ પાસેથી સીટી-એ પોલીસે નિલેશ હીરા ઝાટીયા તથા હિતેશ તુલસી ગાલાણી નામના બે શખ્સોને રૂા. 200ની કિંમતની બે નંગ દારુની બોટલના ચપટા સાથે ઝડપી લઇ દારુના ચપટા તથા જીજે-10 એએફ-5090ની મોટરસાયકલ સહિત કુલ રૂા. 20200નો મુદ્ામાલ કબજે કર્યો હતો. તેમજ દારુની સપ્લાય કરનાર ફૈઝલ પીઠીયા નામના શખ્સની શોધખોળ હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગર શહેરના 58-દિ.પ્લોટ વિસ્તારમાંથી પોલીસે રેઇડ દરમિયાન રાજેશ રમેશ ભદ્રા નામના શખ્સને રૂા. 500ની કિંમતની એક નંગ દારુની બોટલ સાથે ઝડપી લીધો હતો.
ત્રીજો દરોડો જામનગર શહેરમાં મહાદેવનગર યાદવનગર શેરી નં. 2 પાસેથી સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન મોહિત કિશોર આંબલીયા તથા મેહુલ કરણ ખોડભાયા નામના બે શખ્સોને રૂા. 800ની કિંમતના ચાર નંગ દારુના ટીન સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.