Monday, January 6, 2025
Homeરાજ્યજામનગરજામજોધપુરના ધ્રાફાની સીમમાંથી જૂગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

જામજોધપુરના ધ્રાફાની સીમમાંથી જૂગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

એલસીબીની ટીમનો દરોડો : 1.91 લાખનો મુદ્દામાલ કબ્જે જામનગરમાંથી જૂગાર રમતી છ મહિલા ઝડપાઈ: ખોજાનાકેથી એકીબેકીનો જૂગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

- Advertisement -

જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં વાડીના સેઢે જાહેરમાં તીનપતિનો જુગાર રમતા પાંચ શખ્સોને એલસીબીની ટીમે રૂા.40500 ની રોકડ રકમ મળી કુલ રૂા.1,91,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના રામેશ્ર્વરનગરમાં જાહેરમાં રમતા છ મહિલાઓને એલસીબીની ટીમે રૂા.30210 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગરમાં ખોજાનાકા પાસે જાહેરમાં એકીબેકીનો જૂગાર રમતા ત્રણ શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસે રૂા.10,010 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગ મુજબ પ્રથમ દરોડો, જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની પીપળીધારવારી સીમમાં કિરણસિંહ જાડેજાની વાડીના સેઢે જાહેરમાં જૂગાર રમતા હોવાની એલસીબીના ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ પી.એન. મોરી, એ.કે. પટેલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.

એલસીબીની ટીમે રેઈડ દરમિયાન કિરણસિંહ અનુભા જાડેજા, કરશન લાખા હરદાજાણી, દિપકસિંહ જીલુભા જાડેજા, ફોગા મેઘા પાથર, ફુલચંદ મોહન વાસાણી નામના પાંચ શખ્સોને રૂ.40500 ની રોકડ રકમ અને રૂા.20500 ની કિંમતના પાંચ મોબાઇલ તથા રૂા.1,30,000 ની કિંમતના 3 બાઇક સહિત કુલ રૂા.1,91,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. બીજો દરોડો, એલસીબીના અરજણભાઈ કોડીયાતર, કિશોરભાઈ પરમાર, મયુદ્દીનભાઈ સૈયદને મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે રામેશ્વર માતૃઆશિષ સોસાયટી શેરી નંબર-3 ના ચોકમાંથી જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ મહિલાઓને રૂા.30,210 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર શહેરના ખોજાનાકે હાજીપીર ચોકમાં જાહેરમાં ચલણી નોટો પર એકી બેકીના આંકડા બોલી જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેેઈડ દરમિયાન ઈમરાન હાસમ ખીરા, કાસમ આમદ ખફી અને રીયાઝઅલી રજબઅલી દામાણી નામના ત્રણ શખ્સોને રૂા.10010 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular