Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયસુપ્રિમમાં પાંચ નવા જજોએ લીધા શપથ

સુપ્રિમમાં પાંચ નવા જજોએ લીધા શપથ

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા પાંચ જજોના નામોને મંજૂરી આપી દીધી છે. મંજૂરી બાદ રાષ્ટ્રપતિ ભવનમાંથી તેમની નિમણૂક માટેનું લાઇસન્સ પણ જારી કરવામાં આવ્યું છે અને હવે આજે સોમવારે આ 5ાંચેય જજોએ શપથ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. પાંચ નવા ન્યાયાધીશો જસ્ટિસ પંકજ મિત્તલ, જસ્ટિસ સંજય કરોલ, જસ્ટિસ પીવી સંજય કુમાર, જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લા અને જસ્ટિસ મનોજ મિશ્રા સોમવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દ્વારા સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધીને 32 થઈ જશે. આ તમામ પાંચ જજોના નામની ભલામણ સુપ્રીમ કોર્ટના છ સભ્યોના કોલેજિયમ દ્વારા 13 ડિસેમ્બર, 2012ના રોજ કરવામાં આવી હતી. કોલેજિયમે વધુ બે જજોના નામની ભલામણ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular