જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી રહેતા મિલકતવેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી અંતર્ગત રૂા.1.73 લાખની બાકી રહેતી મિલકત વેરાની રકમ માટે પાંચ મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી રહેતાં મિલકત વેરાની વસૂલાત માટે કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી આસી. કમિશનર ટેકસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત 31 માર્ચ સુધીમાં મિલકત વેરો ન ભરનાર મિલકતધારકને નોટિસ ફટકારી હતી. તેમ છતાં મિલકત વેરાની રકમ મહાનગરપાલિકામાં નહીં ભરતા મહાપાલિકાની ટેકસ શાખા દ્વારા પાંચ મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં મનહર/પ્રવિણ/કિશોર ના રૂા.23,900 તથા નરેન્દ્ર એચ. વડગામાના રૂા.49,109 તથા અ.ગફાર સુલેમાનના પાંચ હજાર (લકકી બોકસ), સવજીભાઈના રૂા.63,210 અને સાગરભાઈના રૂા.32,300 બાકી રહેતા મિલકત વેરા સંદર્ભે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.