જામનગર શહેરમાં ગણપતનગર વિસ્તારમાં જાહેરમાં રૂપિયાના સીક્કા ઉછાળી કાટછાપનો જૂગાર રમતા ત્રણ શખ્સોને સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.8102 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના શંકરટેકરીમાંથી તીનપતિનો જૂગાર રમતી બે મહિલાઓને પોલીસે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં ગણપતનગર વિસ્તારમાં ખુલ્લા ફાટક સામે જાહેરમાં રૂપિયાના સીક્કા ઉછાળી કાટછાપનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન બાલુ ઉર્ફે બાલો દલુ ધારાણી, ભરત ભલજી ગરચળ, ગીરીશ મહેશ મકવાણા નામના ત્રણ શખ્સોને રૂા.8102 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. તેમજ રેઈડ પૂર્વે જાવીદ ઉર્ફે લધો જમાલ, ખુશાલ આઠુ, નિલો ગઢવી નામના નાશી ગયેલા ત્રણ શખ્સો સહિત છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી નાશી ગયેલા ત્રણ શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. બીજો દરોડો, જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન બે મહિલાઓને રૂા.5630 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.