Thursday, January 8, 2026
Homeરાજ્યહાલારક્રૂરતાપૂર્વક ગૌવંશની હત્યા કરનાર પાંચ નરાધમોની પાસા હેઠળ ધરપકડ

ક્રૂરતાપૂર્વક ગૌવંશની હત્યા કરનાર પાંચ નરાધમોની પાસા હેઠળ ધરપકડ

દ્વારકા એલસીબી દ્વારા કાર્યવાહી : અમદાવાદ, વડોદરા, કચ્છ, બનાસકાંઠા અને ભાવનગરની જેલમાં ધકેલાયા

ખંભાળિયા વિસ્તારમાં તાજેતરમાં ઝડપાયેલા ગૌમાંસ પ્રકરણમાં ખુલવા પામેલા ગૌહત્યા તેમજ ગૌમાંસના ખરીદ, વેચાણ પ્રકરણમાં સંડોવાયેલા પાંચ શખ્સો સામે એલસીબી પોલીસે કડક કાર્યવાહી કરી, આ તમામને પાસા એક્ટ હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

- Advertisement -

ખંભાળિયા વિસ્તારમાં થોડા સમય પૂર્વે ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ આ વિસ્તારમાં ઝડપાયેલા ગૌમાંસ સંદર્ભે નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદ બાદ આ બનાવમાં ગૌહત્યા અંગેનું કૃત્ય પણ પ્રકાશમાં આવ્યું હતું. જેને અનુલક્ષીને સ્થાનિક પોલીસે જે-તે સમયે સંડોવાયેલા શખ્સો સામે ધોરણસર ગુનો નોંધી, કાર્યવાહી કરી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને આ પ્રકારે ગૌવંશની કતલ કરી, ગૌમાંસનું વેચાણ કરતા ક્રૂર આસામીઓના ગુનાહિત ઈતિહાસ અંગેની સંપૂર્ણ માહિતી એકત્રિત કરી અને અસરકારકતાપૂર્વકના પગલા લેવા માટે એલસીબી પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા કાર્યવાહી કરી અને ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ગામના ચાર શખ્સો અબ્દુલ ઉર્ફે બારકો જુસબ સમા (ઉ.વ. 38), રિઝવાન ઉર્ફે આમીન ઉર્ફે કારીયો નુરમામદ ઘુઘા (ઉ.વ. 29), ફારૂક મુસા ઘાવડા (ઉ.વ. 40) અને ઓસમાણ ઉર્ફે ભૂટો જુસબ ઘુઘા (ઉ.વ. 40) તથા ખંભાળિયા તાલુકાના સલાયા ગામના સલીમ ઈશાક સુંભણીયા (ઉ.વ. 50) નામના પાંચ શખ્સો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી અને આ દરખાસ્ત જિલ્લા કલેકટર રાજેશ તન્ના સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

- Advertisement -

આવા ગૌવંશની કતલ કરનારા અને ગૌમાંસનું વેચાણ કરનારા શખ્સો દ્વારા જિલ્લાની શાંતિ ન ડહોળાઈ તેવા સુચારું હેતુસર અને આવી અસામાજિક પ્રવૃત્તિ પર અંકુશ રહે માટે ઉપરોક્ત પાંચેય શખ્સોની પાસા દરખાસ્ત મંજુર કરી અને અટકાયતી વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.

જેને અનુલક્ષીને એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ દ્વારા ઉપરોક્ત શખ્સોની અટકાયત કરી, વોરંટની બજવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ ઉપરોક્ત પાંચે શખ્સોને રાઉન્ડ અપ કરી, જેલ હવાલે કરવાની કાર્યવાહીમાં અબ્દુલ સમાને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ, રિઝવાન ઉર્ફે આમીનને વડોદરાની મધ્યસ્થ જેલ, ફારૂક મુસાને પાલનપુર જિલ્લા જેલ ખાતે, ઓસમાણ ઉર્ફે ભૂટો જુસબને ભાવનગર જિલ્લા જેલ ખાતે તેમજ સલીમ ઈશાકને કચ્છ-ભુજની પાલારા જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી નાયબ કલેક્ટર મનોજકુમાર દેસાઈ, પી. આઈ. બી. જે. સરવૈયા તેમજ સ્ટાફના નિલેશભાઈ કરમુર, બી. એમ. દેવમુરારી, એસ. એસ. ચૌહાણ, એસ. વી. કાંબલીયા, વિપુલભાઈ ડાંગર, સચિનભાઈ, કિરપાલસિંહ, જયદેવસિંહ, પરેશભાઈ, શક્તિસિંહ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular