વિધાનસભા ચૂંટણી દરમિયાન જામનગર જિલ્લાના કોંગ્રેસના લઘુમતિ સેલના પ્રમુખ સહિતના પાંચ હોદ્દેદારોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે.
જામનગર જિલ્લા કોંગ્રેસના કેટલાંક જવાબદાર આગેવાનો ગુજરાત વિધાનસભાની ગતચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી લડી વિજેતા થયેલા અને હોદ્ા મેળવ્યા છતાં વિધાનસભા ચૂંટણીમાં પોતાના અંગત ફાયદા માટે બીજી પાર્ટીનું કામ કરી કોંગ્રેસના ઉમેદવારોને હરાવવા કામે લાગ્યા હોવાથી હોદ્દેદારોને જાણ થતાં તેમણે સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી કોંગ્રેસના ગુજરાત રાજ્યના હોદ્દેદારોએ મિટિંગ કરી હતી.
આ મિટિંગમાં જામનગર જિલ્લાના લઘુમતિ સેલના પ્રમુખ ઇકબાલભાઇ સુમરા, સિક્કા નગરપાલિકાના પ્રમુખ જુસબ જાકુ બરોયા, કારોબારી સમિતિના ચેરમેન અબ્દુલ કાદરબાપુ, સભ્ય વલીમામદ સિદીક મલેક અને હેમતસિંહ જેઠવા વિગેરેને કોંગ્રેસ પક્ષે છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે.