ભારત અને ન્યુઝીલેન્ડ ત્રણ વન-ડે સિરિઝની પ્રથમ મેચમાં ભારતને 12 રને વિજય થયો છે. ભારતના 50 ઓવરમાં 8 વિકેટે 349 રનના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 337 રને ઓલઆઉટ થઈ જતા ન્યુઝીલેન્ડની 12 રને હાર થઈ છે. ભારત તરફથી પ્રથમ બેટીંગ કરતા ન્યુઝીલેન્ડને જીતવા માટે 350 રનનું લક્ષ્ય આપ્યું હતું, જોકે ન્યુઝીલેન્ડની ટીમ આ ટાર્ગેટ પાર પાડવામાં સફળ રહી ન હતી. આ મેચમાં શુભમન ગીલ મેચનો હિરો બનીને ઉભરી આવ્યો છે. આ મેચમાં શુભમન ગીલની વિસ્ફોટક બેટીંગના કારણે ન્યુઝીલેન્ડ સામે ભારતે વિરાટ સ્કોર ઉભો કર્યો છે. આ મેચમાં શુભમન ગીલે 149 બોલમાં 19 ફોર અને 9 સિક્સની મદદથી 208 રન કરી રેકોર્ડો સર્જ્યા છે. તો ન્યુઝીલેન્ડ તફથી ડ્રેઈલી મિશેલ અને હેન્રી સિપ્લેએ 2-2 વિકેટ ઝડપી છે.
આ મેચમાં ન્યુઝીલેન્ડના ટોપ ઓર્ડરના બેટ્સમેન મોટા સ્કોર સામે ફ્લોપ જોવા મળ્યા હતા, જોકે પૂંછડીયા બેટ્સમેનોએ બાજી સંભાળતા ભારતીય ચાહકોને ટેન્શમાં મુકી દીધા હતા. ન્યુઝીલેન્ડ તફથી 7માં ક્રમાકે આવેલા ખેલાડી માઈકલ બ્રેસવેલ ધમાકેદાર બેટીંગ કરી માત્ર 78 બોલમાં 12 ફોર અને 10 સિક્સ ફટકારી 140 રન ફટકાર્યા હતા. તો 8માં ક્રમાંકે આવેલા ખેલાડી મિશેલ સેન્ટનરે પણ ધમાકેદાર બેટીંગ કરી 45 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 57 રન કર્યા હતા. ભારત તરફથી ફરી મહંમદ સિરાજે શ્રેષ્ઠ બોલીંગ કરી ન્યુઝીલેનડની 4 વિકેટ ઝડપી હતી, તો કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શામી અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી. શુભમન ગિલે 19મી ઘઉઈં ઇનિંગમાં ન્યૂઝીલેન્ડ સામે બેવડી સદી ફટકારી હતી. તેણે લોકી ફર્ગ્યુસનની બોલ પર સતત ત્રણ છગ્ગા ફટકારીને 200 રનના આંકડાને પાર કર્યો. વનડેમાં બેવડી સદી ફટકારનાર તે પાંચમો ભારતીય બેટ્સમેન છે.