Monday, December 23, 2024
Homeમનોરંજનપવિત્ર રિશ્તા 2નો ફર્સ્ટ લુક આઉટ, સુશાંતસિંહ રાજપુતના સ્થાને હશે આ એકટર

પવિત્ર રિશ્તા 2નો ફર્સ્ટ લુક આઉટ, સુશાંતસિંહ રાજપુતના સ્થાને હશે આ એકટર

- Advertisement -

- Advertisement -

સુશાંતસિંહ રાજપૂત અને અંકિતા લોખંડેની સીરીયલ પવિત્ર રિશ્તાની બીજી સીઝનનું શુટિંગ શરુ થઇ ગયું છે. તાજેતરમાં જ પવિત્ર રિશ્તા -2નો ફર્સ્ટ લુક આઉટ થયો છે. જેમાં અંકિતા લોખંડે સાથે એકટર શાહિર શેખ જોવા મળશે.

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે અભિનીત સુપરહિટ ટીવી શો ‘પવિત્ર રિશ્તા’ની બીજી સીઝનનું શૂટિંગ શરૂ થયું છે. આ સિરિયલમાં સુશાંતે માનવની ભૂમિકા ભજવી હતી જ્યારે અંકિતાએ અર્ચનાની ભૂમિકા ભજવી હતી. હવે ‘પવિત્ર રિશ્તા 2’ માં શાહિર શેખ માનવની ભૂમિકામાં સુશાંત સિંહ રાજપૂતની જગ્યાએ જોવા મળશે. શૂટના સેટ પરથી શહિર અને અંકિતાની પહેલી તસ્વીર સોશિયલ મીડિયા પર સામે આવી છે.

- Advertisement -

રવિવારે પવિત્ર રિશ્તા 2 ના શૂટિંગની પહેલી તસ્વીર શોના નિર્માતા ALT બાલાજીના હેન્ડલ દ્વારા શેર કરવામાં આવી હતી. આ તસવીરોમાં શહીર શેખ અને અંકિતા લોખંડે નજરે પડે છે. એક તસવીરમાં અભિનેત્રી ઉષા નાડકર્ણી પણ શાહિર સાથે જોવા મળી રહી છે. કેપ્શનમાં લખ્યું છે કે , ‘ઘણી વાર આપણે ખૂબ સામાન્ય જીવનમાં અસાધારણ લવ સ્ટોરીઝ શોધીએ છીએ. માનવ અને અર્ચનાની આ અસાધારણ લવ સ્ટોરીના સાક્ષી બનો. પવિત્ર રિશ્તા 2 નું શૂટિંગ શરૂ થઈ ગયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular