રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી સીઝનલ ફ્લૂ H3N2ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક કેસ ભાવનગરમાં નોંધાયો છે. કેસ આવતા જ ભાવનગરનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયુ છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી શરદી, તાવ અને ઉધરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ કારણે H3N2ના કેસો પણ વધી રહ્યા છે. રાજ્યમાં અચાનક આવેલા વાતાવરણમાં પરીવર્તનથી વાયરલ ઈન્ફેક્શનમાં પણ વધારો થયો છે. રાજ્યમાં વધુ એક H3N2 કેસ નોંધાયો હતો. આ સાથે ભાવનગર શહેરમાં કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા હતા.આ ઉપરાંત ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતો 22 વર્ષીય યુવક નવા વાયરસ H3N2ના ઝપટમાં આવી જતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.