ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં જેલની અંદર ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં બે કેદીઓના મૃત્યુ નીપજ્યા છે. જે પૈકી એક ધારાસભ્ય મુખ્તાર અંસારીનો અંગત હતો. હત્યા કરનાર ગુંડાને પોલીસ દ્રારા એનકાઉન્ટરમાં ઠાર મરાયો હતો. જો કે જેલમાં ખેલાયેલ ખૂની જંગમાં હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો બહાર આવી નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
જેલમાં બંદ અંશુલ દીક્ષિત નામના કેદીએ ધારાસભ્ય અને કુખ્યાત મુખ્તાર અંસારીના અંગત એવા મેરાજુદ્દીન અને મુકીમ ઉર્ફે કાલા પર ગોળી ચલાવતા બન્નેના મૃત્યુ નીપજ્યા છે. બાદમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીક્ષિત માર્યો ગયો છે. મળતી માહિતી મુજબ મેરાજુદ્દીન મુન્ના બજરંગીની હત્યા બાદ મુખ્તારનો ખાસ બની ગયો હતો.
મેરાજુદ્દીન, મુન્ના બજરંગી ગેંગનો સક્રિય શખ્સ માનવામાં આવતો હતો. 3 સપ્ટેમ્બર 2020ના રોજ મેરાજ વિરુધ ગેરકાયદેસર હથીયાર રાખવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગે ઉત્તર પ્રદેશના એડીજી એલ.ઓ. પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, મૈનપુરી પોલીસ એક લાખના ઇનામના ગુનેગારના સાથીને પકડવા ગઈ હતી. ત્રાસવાદીઓના સાથીઓએ મૈનપુરી પોલીસ ટીમ સાથે ગેરવર્તન કર્યું હતું. વોન્ટેડ ત્રાસવાદી સૌરભ ભાદોરીયાને પોલીસમાંથી બચાવીને એક ગેંગ લઇ ગઈ હતી. આખી ઘટના અંગે મૈનપુરી પોલીસે ગ્વાલિયરના હજીરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી છે. સૌરભ ભાદોરીયા એક લાખના ઇનામ ગુડ્ડુ ચૌહાણનો અંગત છે.