જામનગર શહેરમાં શનિવારે રાત્રીના સમયે બે સ્થળોએ આગ લાગતાં ફાયરના જવાનો દોડી ગયા હતાં. શહેરના પટેલ કોલોની મકાનમાં અને હરિયા કોલેજ પાસે કારખાનામાં આગ લાગતાં દોડધામ થઇ હતી.
આ ઘટનાની વિગત મુજબ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં. 7માં આવેલ એક રહેણાંક મકાનમાં શોર્ટસર્કિટથી આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાની ફાયર વિભાગને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દોડી ગઇ હતી. એક ગાડી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગ કાબુમાં આવે તે પૂર્વે ઘરવખરી બળીને ખાખ થઇ હતી.
બીજો બનાવ શનિવારે રાત્રીના 10:45 વાગ્યા આસપાસ હરિયા કોલેજ રોડ ઉપર સાંઢિયા પુલ નીચે આવેલ જાગૃતિ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં આગ લાગી હતી. શ્રમિકો દ્વારા આગ બુઝાવવાની કોશિષ કરી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતાં ફાયર વિભાગની ટીમ દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.