ભાણવડ શહેરની મધ્યમાંથી પસાર થતા બાયપાસ રોડ પર ગત રાત્રીના સમયે જીજે-11-ટીટી-9655 નંબરની ખાનગી એમ્બ્યુલન્સમાં એકાએક બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. જો કે, અમદાવાદ તરફ જતી આ એમ્બ્યુલન્સના ચાલકે સાવચેતી દાખવી એમ્બ્યુલન્સમાં બહાર નિકળી ગયા હતાં. જો કે, આગની જાણ થતા સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી મહામહાનતે આગને કાબુમાં લીધી હતી. આગથી એમ્બ્યલન્સ બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.