ખંભાળિયા તાલુકાના સલાયા બંદર ખાતે દરિયા કિનારા નજીક આવેલા શફી ઢોરા ખાતે રાખવામાં આવેલી એક માછીમારી બોટમાં ગત રાત્રે કોઈ કારણોસર એકાએક આગ લાગી હતી. જો કે આગના સમયે બોટમાં કોઈ હાજર ન હતું. આ આગના કારણે બોટમાં રહેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. સાથે સાથે બોટની કેબિન તથા અન્ય માલ સામાનને પણ વ્યાપક નુકસાની થવા પામી હતી. આગનો આ બનાવ બનતા ફાયર વિભાગ તેમજ આસપાસના બોટ સંચાલકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.