જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં ગુરૂવારે સાંજના સમયે કોસ્ટમેટીકની દુકાનમાં આગ લાગતા ફાયરની ટીમે આગને કાબુમાં લીધી હતી.
આગના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની રોડ પર આવેલ ખોડિયાર કોમ્પલેક્ષમાં નાગજીભાઈ નંદાણિયાની માલિકીની શ્રી રામ કોસ્ટમેટિક નામની દુકાનમાં ગુરૂવાારે સાંજના સમયે અકસ્માતે આગ લાગી હતી આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાતા જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.