જામનગરમાં 49 દિ.પ્લોટમાં આવેલા એક બંધ મકાનમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની ટુબડીએ દોડી જઇ આગને કાબુમાં લીધી હતી. દિ.પ્લોટમાં આ બંધ મકાનમાં કોઇ રહેતુ ન હોવાના કારણે જાનહાની ટળી હતી. લાંબા સમયથી બંધ રહેલા આ મકાનમાં અંદર રહેલા ભંગારમાં કોઇ કારણોસર આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. ફાયરની ટુકડીની એક ગાડીનું ફાયરીંગ કરીને આગને કાબુમાં લીધી હતી.